માલપુરની વિનાયકનગરમાં 39 હજારની તસ્કરી

માલપુરની વિનાયકનગર સોસાયટીમાં રાત્રિના અરસામાં મનોજભાઈ કિશોરભાઈ સુથારના બંધ મકાનમાં ચોરોએ મકાનનો દરવાજો તોડી અંદર ઘૂસી કબાટ તથા તિજોરી રફેદફે કરી અંદર રહેલ 500 ગ્રામ ચાંદીની લગડી કિં. રૂ.30,000 તથા અન્ય રોકડ મળી કુલ 39 હજાર ઉપરાંતની તસ્કરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા. ચોરોએ એક પછી એક તસ્કરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે માલપુર પોલીસ હાથ ઉપર હાથ ધરી બેસી રહેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. રાત્રિના અરસા દરમિયાન પોલીસની પેટ્રોલિંગ ફારસ સાબિત થઇ છે. પોલીસ દ્વારા તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.