જામનગરના કંસારા હોલ પાસેથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

જામનગરના કંસારા હોલ પાસેથી ત્રણ વિદેશી દારૂની બોટલ સાથે પરેશ ઉર્ફે પરીયાને એ ડિવિઝન પોલીસે પકડી પડ્યો હતો. દરોડાની વિગત અનુસાર જામનગર એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વાય વી જાડેજા ટિમ સાથે પેટ્રોલીંગ માં હતા ત્યારે તેની સાથેના કોસ્ટેબલ સજીદભાઈ બેલીમ ને મળેલ બાતમીના આધારે કંસારા હોલ પાસેથી બાઇક લઈને નીળેલો પરેશ ઉર્ફે પરિયા હોતચંદ ખનિયાની બાઇક ની તપાસ કરતાં ત્રણ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.