નસીરપુર ગામે તસ્કરીના ઇરાદે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ એક ફોરવીર ગાડીની તસ્કરી કરી

દાહોદ તાલુકાનાં નસીરપુર ગામે તસ્કરીના ઇરાદે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ એક ફોરવીર ગાડીની તસ્કરીની ઘટનાને અંજામ આપી રાત્રિના અરસામાં ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના પગલે દાહોદ ગ્રામ્ય પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દોર લંબાવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે માહિતી પ્રાપ્ત થઈ હતી.વધુ માહિતી અનુસાર દાહોદ તાલુકાનાં નસીરપુર ગામે રાત્રિના અરસામાં તસ્કરીના ઇરાદે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ કાટીજ ફળિયામાંથી પાર્ક કરેલ જીજે 17 એ એચ 390 નંબરની ક્રુઝર ગાડીને ધક્કો મારી લઈ જઇ છોડીને ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરીની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યા છે. દાહોદ ગ્રામ્ય પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી અજાણ્યા તાસકરને શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરી છે.