હળવદના ધનશ્યામપુર ગામ પાસે કાર ચાલકે હડફેટે લેતા બાઇક ચાલકનું મૃત્યુ

હળવદથી દાધોરીયા ગામે સસરાને તેડવા બાઇક ઉપર જઇ રહેલા યુવાનને કાર ચાલકે હડફેટે લેતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જે મામલે હળવદ પોલીસે ગુન્હો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર હળવદના લાંબીદેરી વિસ્તારમાં રહેતા અર્જુનભાઈ નગીનભાઈ મકવાણા પોતાના સગાનું બાઇક લઈને દાધોરીયા ગામે રહેતા તેના સસરાને તેડવા જતાં હોય દરમિયાન હળવદ સરા રોડ ઉપર ધનશ્યામપુર ગામથી દોઢેક કી.મી. આગળ ક્રેતા કાર જીજે 36 એલ 4750 ના ચાલકે અર્જુનભાઈના બાઇકને ટક્કર મારતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. તો ઘટના બાદ કાર ચાલક કાર મુકી નાશી ગયો હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં લખાવી છે. હળવદ પોલીસે ગુન્હો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.