ભુજના ધમધમતા અનમ રિંગરોડ પર આવેલી દુકાનમાંથી 80 હજારની તસ્કરી

ભુજના ધમધમતા નમ રિંગરોડ પર આવેલી દુકાનમાંથી 80 હજારની તસ્કરી થઈ હતી. આ અંગેની વિગતો અનુસાર અલ્તાફ રફીક લોહારે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, અનમ રિંગરોડ પર આવેલી અમરીન ફુટવેરની દુકાનમાં ગઈકાલે બપોરના અરસામાં બન્યો હતો. જેમાં દુકાનના દરવાજાના લોક ખોલીને તસ્કરો અંદર પવેશ્યા હતા અને દુકાનમાં રાખેલા 80 હજારની તસ્કરી કરીને નાસી છુટ્યા હતા. આ તસ્કરીમાં કોઈ જાણ ભેદુનો હાથ હોવાની શંકા વ્યક્ત કરાઇ રહી છે. પોલીસ દ્રારા સીસીટીવી કેમેરાના ફુટેજની ચકાસણી કરીને ઇસમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.