તસ્કરીના ગુનામાં નાસતા ફરતા શખ્સને શહેરના એસટી બસ સ્ટેશન પાસેથી પોલીસે પકડી લીધો

રાપર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ એન રાણા સાહેબ તથા સ્ટાફના અધિકારીઓ પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે 2 તસ્કરીના ગુનામાં નાસતો ફરતો શખ્સ પ્રવિણ ઉર્ફે પવો બાબુ કોલી રહે. સપેડા તાલુકો રાપર વાળાને પકડીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી. આ સફળ કામગીરીમાં રાપર પોલીસ મથકના પીઆઇ એમ એન રાણા તથા સ્ટાફના અધિકારીઓ જોડાયા હતા.