વડોદરાના ફતેગંજમાં મોબાઇલમાં લુડો પર જુગાર રમતા સાત શખ્સો પકડાયા

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મોબાઇલમાં લુડો એપ્લિકેશન વડે રૂપિયોનો હારજીતનો જુગાર રમતા સાત શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. તેમની પાસેથી રોકડા 10 હજાર રૂપિયા, 6 મોબોઇલ મળી કુલ 50 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી. ફતેગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમી મળી હતી કે, છાણી જકાતનાકા પાસે એલ એન્ડ ટી ઓફિસની સામે ખુલ્લામાં કેટલાક માણસો ટોળું વળીને એન્ડ્રોઇડ મોબાઇલમાં લુડો એપ દ્વારા હારજીતનો જુગાર રમી રહ્યા છે. જેને આધારે દરોડો પાડતા બે જુદા જુદા કુંડાળામાં લોકો મોબાઇલમાં એપ દ્વારા જુગાર રમતા પકડાઈ ગયા હતાં. પકડાયેલા આરોપીઓ જબ્બારખાન ભુરેખાન પઠાણ, મેહબુબખાન કલ્લુખાન પઠાણ, કમલેશભાઇ ખુશાલભાઇ મકવાણા, પ્રવિણભાઇ લલ્લુભાઇ વણકર, સોહીલએહમદ અનરવલી પઠાણ, અબ્દુલરહેમાન નબીઆલમ પઠાણ, મુસબ્બરખાન સિદ્દીકખાન પઠાણ આ તમામ સામે જુગાર ધારાની કલમ મુજબ તજવીજ કરવામાં આવી છે.