બાદરગઢમાં મહિલા પર દુરાચરણ અંગે ફરિયાદ

રાપરના બાદરગઢમાં મહિલાને ધમકી આપી બદકામ કરનાર તથા તેને મદદગારી કરનારા શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.સૂત્રો પરથી મળતી માહિતી રાપરના બાદરગઢમાં સાડા છ મહિના સુધી આ બનાવ બન્યો હતો.આરોપીએ એક મહિલાને ધાકધમકી કરી તથા પતિ, પરિવારને મારી નાખવાની ધમકી આપી મહિલા સાથે વારંવાર જુદી-જુદી જગ્યાએ શરીર સંબંધ બાંધી દુરાચરણ ગુજાર્યો હતો તેમજ આરોપીએ ફરિયાદી મહિલાને ગાળો આપી મદદગારી કરી હતી. બનાવ અંગે રાપર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.