શિવલખાની વાડીમાં અંગ્રેજી દારૂ સાથે આરોપીની અટક
ભચાઉના શિવલખામાં આવેલી એક વાડીમાં પોલીસે છાપો મારી રૂા. 20,189ના દારૂ સાથે એક આરોપીને પકડી પાડયો હતો જ્યારે એક નાસી ગયો હતો તથા મુખ્ય આરોપી હાજર મળ્યો ન હતો.સૂત્રો પરથી મળતી માહિતી શિવલખાના રવેચીનગર નજીક આવેલી વાડીમાંથી દારૂની હેરાફેરી થતી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો પણ વાડી માલિક હાજર ન હતો. પોલીસે આરોપીને પકડી પાડયો હતો અને શખ્સ નાસી છૂટયો હતો. આ વાડીમાં અલગ-અલગ જગ્યાએ છુપાવેલો દારૂ પોલીસે શોધી કાઢ્યો હતો. 750 મિ.લી.ની 16 બોટલ તથા 53 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 20,189નો શરાબ જપ્ત કરાયો હતો. હાથમાં ન આવેલા પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.