માંડવી તાલુકાના શિરવા ગામે ગોધરા રોડ ઉપર મફત નગર વિસ્તારમાં Covid 19 ના કલેકટર ના જાહેરનામાનો કરાયો ભંગ


જાણવા મળતી વિગતો મુજબ માંડવી તાલુકાના શીરવા ગામે ગોધરા રોડ ઉપર મફતનગર વિસ્તારમાં ગુનો આઈ.પી.સી.ક.૧૮૮, ૨૬૯,૨૭૦ તથા ધી ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન એકટ-૨૦૨૦ ની કલમ-૧૩(૧) તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૫૧-બી મુજબ તે એવી રીતે કે આ કામના આરોપીએ પોતાના પુત્ર સોહિલના લગ્ન પ્રસંગે વરઘોડાના પ્રસંગે ૨૫૦ જેટલા લોકોને ગેરકાયદેસર રીતે ટોળા સ્વરૂપે એકઠા કરી તેમની વચ્ચે સામાજીક અંતર નહિ જાળવી કોઇપણ પ્રકારના હેંન્ડ સેનેટાઈઝર રાખેલ કે ઉપયોગ કરેલ ન હોઇ અને પોતાના દીકરા સોહિલના યોજાનારા લગ્નમાં ૨૫૦ જેટલા લોકોને ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર પુર્વ મંજુરી મેળવ્યા સિવાય ટોળા સ્વરૂપે ગે.કા.રીતે એકઠા કરી હાલે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર વેશ્વિક બીમારી કોરોના વાયરસ COVID-19 ફેલાવાની સંભાવના હોય અને માનવ જીદંગીને જોખમ કારક હોવાની જાણ હોવા છતાં પોતાની કાયદેસરની જવાબદારીમાં બેદરકારી દાખવી બેદરકારી ભર્યુ ક્રુત્ય કરી મેહેરબાન કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કચ્છ-ભુજના જાહેરનામા હુકમ નં-મેજી/પોલ-૧/ કોરોના / જાન્યુઆરી-(૩) /૨૦૨૨ તા-૨૧/૦૧/૨૦૨૨ વાળા જાહેરનામા નો ભંગ કરેલ છે
રિપોર્ટ બાય તેજસ