કોડાયપુલ ખાતે કિશોરે ગળેફાસો ખાઈ આત્મવિલોપન કર્યો હતો.
ગાંધીધામ ,તા. ૨ :માંડવીના કોડાયપુલ વિસ્તારમાં રહેતા ભીમશી મણિલાલ જોશી (ઉ.વ. ૧૭ )નામના કિશોર ગળે ફાસો ખાઈ આત્મવિલોપન કર્યો હતો. પોલીસે જણાવ્યુ હતું કે, કોડાયપુલ મહાવીરનગરમાં રહેનાર આ કિશોરની માતાનું અગાઉ મૃત્યુ થયું હતું. તે પછી માનસિક સંતુલન ગુમાવનારો આ કિશોર પોતાના પિતા સાથે રહેતો હતો. ગઇકાલે રાત્રે તેના પિતા ઘરે ન હતા તેવામાં તેણે મોડી રાત્રે પંખામાં હુકમાં રસ્સી બાંધી ગળે ફાસો ખાઈ પોતાના જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આમ છતાં આ કિશોર કેવા કારણોસર ગળેફાસો ખાધો તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.