જડસામા પોલીસ પર હુમલો કરી જુથ્થ ઇસમોને છોડાવી જતાં ભારે ચકચાર.
ગાંધીધામ ,તા. ૨ : ભચાઉ તાલુકાનાં જડસા ગામમાં એક રીઢા ગુનેગારને પકડવા ગયેલી પોલીસ પાર્ટી ઉપર હુમલો કરી સરકારી ફરજમાં રુકાવટ કરી એક શખ્સને છોડાવી જતાં ગામના ૩૦ લોકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી. પોલીસ ઉપર હુમલાની આ ઘટનામાં પોલીસે ૧૦ શખ્સોની અટક કરી હતી. ભચાઉના જડસા ગામમાં રહેનારો અને કચ્છ-મોરબીમાં તડીપાર તથા નાસ્તો-ફરતો માવજી મોતી કોળી પોતાના ઘરે આવ્યો હોવાથી તથા તેની પાસે દેશી શરાબ માટેનો આથો હોવાની પૂર્વ જાણકારી મળી હતી તેવું ફોજદાર બી.ડી. ઝાલડિયાએ જણાયું હતું. આ જાણકારીના આધારે સામખિયાળી પોલીસ ગઇકાલે સાંજે તેના ઘરે ગઈ હતી અને આ શખ્સને ૪૦ લિટર આથા સાથે ઝડપી પાડ્યો હતો ત્યારે માવજી કોળી નામના શખ્સોએ અમને છોડાવો અને પોલીસને મારો તેવી રાડારાડ કરતાં નવલબેન માવજી કોળી અન્ય લોકોને ત્યાં લઈ આવી હતી. આ જુથ્થએ ઇસમોને છોડાવવા પોતાના હાથમાં જીવલેણ હથિયારો ધારણ કરી પોલીસ સાથે ઝપાઝપી કરી પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી. તેવામાં નવલબેન કોન્સ્ટેબલ ભાવિન મેરામણ બાબરિયાને મારી નાખવાના ઇરાદે તેના માથા ઉપર ધોકા મારવા જતા એ.એસ.આઈ. ભુપેન્દ્રસિંહ ભાવિન બાબરિયાનો હાથ પકડી ખેચી લીધો હતો. દરમ્યાન ધોકો રમેશ કોળીના માથામાં વાગ્યો હતો. તે ગળામાં ઈસમો માવજી કોળીને પોલીસના કબ્જામાંથી છોડાવીને ફરાર થઈ ગયા હતા. કોન્સ્ટેબલ ભાવિન બાબરિયાએ ગામના નવલબેન, માવજી, રમેશ કોળી ,રેખાબેન માવજી કોળી ,ભૂપત મોતી કોળી, પ્રફુલ્લ માવજી કોળી,રમેશ હમીર કોળી, જગદીશ ગેબા કોળી, ભૂપત દેસર દયાભાઇ માના કોળી, કમા ધના કોળી,શંકર ગોવિંદ કોળી, સુખદેવ હમીર કોળી, મહેશા બેચરા કોળી, મયુર ગેલા કોળી, મિતેશ ગેલા કોળી અને ૧૨ અન્ય અજાણ્યા મહિલા,પુરુષો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. આ ઘટનામાં પોલીસે ૧૦ લોકોની અટક કરી હતી. જિલ્લાના ભુજ તાલુકામાં બે ,માંડવી ,ભચાઉ,રતનાલમાં અગાઉ પોલીસ કુકમ ઉપર હુમલાના બનાવો બન્યા જ છે. તેવામાં વધુ એક વખત પોલીસ જુથ્થ ઉપર હુમલો થતાં ભારે દોડદામ મચી હતી
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.