મોટા બંદરામાં યુવાન ઉપર લાકડી છ શખ્સોએ હુમલો કર્યો.
ગાંધીધામ,તા. ૨ : ભુજ તાલુકાનાં મોટા બંદરા ગામમાં અગાઉના ઝગડાનું મન:દુખ રાખી છ ઇસમોએ એક યુવાન પર લાકડી જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો. મોટા બંદરા ગામમાં રહેતા નરપતસિંહ વેલુભા જાડેજા પાસે અગાઉના ઝગડાનું મન:દુખ રાખી ગામના જ નશુભા અજીતસિંહ જાડેજા ,મહેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા, જેઠુભા અજીતસિંહ જાડેજા, રઘુભા મહિપતસિંહ જાડેજા,મહિપતસિંહ ધનુભા જાડેજા અને ભીખુભા જાડેજાનો દીકરો ત્યાં આવ્યો હતો. અને બોલાચાલી કરી આ યુવાન ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ધવાયેલ યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.