રબારી સમાજમાં સરકારી કર્મચારીઓ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.
રાપર તાલુકાનાં ફરજ બજાવતા રબારી સમાજના સરકારી કર્મચારીઓ દ્વારા શ્રીજયરામબાપા રબારી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કુમાર શાળા (હોસ્ટેલ )માં રહીને અભ્યાસ કરતાં વિધ્યાર્થીને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં રાપર ખાતે રબારી સમાજના સરકારી કર્મચારી જે જુદા જુદા વિભાગોમાં નોકરી કરે છે. તેમના દ્વારા સમાજ માટે એક ઉતમ અને સરાહનિય કામગીરી કરવામાં આવી હતી જેમાં રબારી સમાજ ના ૩૨ જેટલા વિધ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં રાપર રબારી સમાજ ના પ્રમુખ સાજણભાઈ રબારી તેમજ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા જે ભુરાભાઈ દેસાઇ દ્વારા તહેલકા ન્યૂઝને જણાવ્યુ હતું.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.