કોડકીની શાળામાં દલિત બાળકોને પ્રવેશ ન મળવા બાબતે તપાસમાં શું આવ્યું સામે ?
ભુજ તાલુકાનાં કોડકી ગામની ખાનગી ટ્રસ્ટની લેવા પટેલ લાલજી લક્ષ્મણ હિરાણી વિધ્યામંદિરમાં બે દલિત બાળકોને પ્રવેશ ન આપવાના બાબતે ઊભા થયેલા વિવાદ પછી હવે શિક્ષણ વિભાગે કરેલી તપાસ પૂરી થઈ છે. અને હવે બાળકોને શિશુમંદિરમાં પ્રવેશ મળશે જો કે શિક્ષણ વિભાગો કરેલી તપાસમાં બાળકને જાતિ આધારિત પ્રવેશ ન મળ્યો હોવાનું બહાર આવ્યું હતું બે દિવસ અગાઉ ઊભા થયેલા વિવાદ પછી શુક્રવારે આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા અને શનિવારે પાંચ સભ્યોની તપાસ કમીટી અને ખુદ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અધિકારી તપાસ અર્થે ગયા હતા. અને તપાસ કારી હતી જેના અહેવાલ બાદ સામે આવ્યું હતું કે બાળકો નાની ઉમરના હોવાનું ધોરણ-૦૧ માં તેમને પ્રવેશ મળ્યો ન હતો. અને શાળામાં પ્રવેશ માટેની અરજી પણ પરિવાર તરફથી ન કરાઇ હોવાનું શિક્ષણ અધિકારીએ જણાવ્યુ હતું. સંપૂર્ણ અહેવાલ બાદ હવે શિશુમંદિરમાં બંને બાળકોને પ્રવેશ માટે ટ્રસ્ટ સહમતી દર્શાવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.