ભુજની હોટલમાં તોડફોડ બાબતે ૪ શખ્સો સામે ફોજદારી.
ભુજ ,તા. 3 :શહેરમાં મીરજાપર રોડ ઉપર આવેલી હોટલ પ્રિન્સ રેસિડન્સી સંકુલ સ્થિત એક દુકાનમાં ભાડાકરારથી વિરુદ્ધ જઇ તોડફોડ કરવાના બાબતે ચાર શખ્સો સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એ-ડિવિઝન પોલીસ મથકના હોટલના મેનેજર હરેન્દ્ર નાનાલાલ વૈશ્રવે આજે મોડી સાંજે હરીશ આહીર,રણછોડ આહીર,ધનસુખ મીરાણી અને એમની સાથેના એક અજાણ્યા શખ્સ સામે આ ફરિયાદ લખાવી હતી. ગત તા. ૨૭ ના સવારના ભાડાકરારનો ભંગ કરીને શખ્સોએ તોડફોડ કરી હોવાનો આક્ષેપ મુકાયો હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.