કઠલાલમાં આંક ફરકનો જુગાર રમતાં ચાર ઝડપાયા, રૂપિયા 17 હજારનો મુદ્દામાલ જપ્ત 

કઠલાલ સ્થાનિક પોલીસે બાતમી આધારે શહેરના એક કોમ્પલેક્ષ નજીક ચાલતા આક ફરકના જૂગારધામ પર દરોડો પાડ્યો હતો. આ બનાવમાં પોલીસ ટીમે ચાચ વ્યક્તિઓને હજારો રૂપિયાના મૂદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ કઠલાલ સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નિકળી હતી. તે સમયે બાતમી મળી હતી કે શહેરના એક કોમ્પલેક્ષ પાસે આંક ફરકનો હારજીતનો જુગાર રમી રમાડે છે. જે અન્વયે પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે દરોડો પાડ્યો હતો. જેમાં વાસુદેવ હકુમલ લુહાણા, સમીરભાઇ ઉર્ફે ગટો ઇસુબભાઇ વ્હોરા, અબ્બાસભાઇ મનસુરભાઇ રાઠોડ અને મોહસીનભાઇ યાકુબભાઇ વ્હોરાને પકડી લીધા હતા. પોલીસ ટીમે ઉપરોક્ત ચારેય વ્યક્તિઓની અંગઝડતી કરતા રોકડ રૂપિયા 17,050 કબ્જે કર્યો હતો. આ બનાવ અંગે કઠલાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.