ગાંધીધામના બેંકિગ સર્કલ પાસે એક્ટીવા સહિત 82 હજારની તસ્કરી

ગાંધીધામના સતત ધમધમતા એવા બેંકિંગ એરીયામાંથી દ્રી ચક્રી વાહન સાથે તેના પર રહેલો સામાન પણ આરોપીઓ લઈ ગયા હોવાની ફરિયાદ દાખલ કરાઈ હતી. કુલ 82 હજારના મુદામાલની ચોરી થઈ હોવાનુ ફરિયાદી દ્વારા જણાવાયું હતું. ઘટના અંગે ગાંધીધામના એ ડિવિઝન પોલીસ સ્ટેશને દિપકભાઈ ટીકયાણીએ ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું કે , સાંજના અરસામાં તેમણે બેન્કિંગ સર્કલ પાસે આવેલી યશ બેંક પાસે પોતાનુ દ્રીચક્રી વાહન એક્ટીવા પાર્ક કરી હતી. જેના પર બીજી બાઈકોના એન્જીનોના સરસામાન હેડ તથા બ્લોક પણ રાખેલા હતા. વાહનની કિંમત 70 હજાર અને બાકીના સામાનની કિંમત 12 હજાર મળીને કુલ 82 હજારનો સરસામાન કોઇ અજાણ્યા શખ્સ તસ્કરી કરી ગયો હતો. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.