મોરબીમાં અણિયારી ચોકડી પાસે દુકાનના તાળાં તોડનારા 4 શખ્સો પકડાયા

78896994-3

મોરબી તાલુકાના અણીયારી ચોકડીએ આવેલી મોબાઇલ ફોનની દુકાનમાં મોડી રાતના અરસામાં તસ્કરો ત્રાટક્યા હતા અને જેમાં 9 મોબાઈલ, લેપટોપ સહિતના સામાનની તસ્કરી થઇ હતી. અને આ તસ્કરી થયેલા મોબાઇલ ફોન અને લેપટોપ ચાર ઇસમો વેચવા નીકળેલ હોય જેઓ પીપળી જી.ઇ.બી. નાકે હોવાની એલ.સી.બી સ્ટાફના માણસોને બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમ તપાસ માટે જેતપર-પીપળી ગામની સીમ રોડ ઉપર વોચમાં હતા.દરમ્યાન સમીર ઉર્ફે સુમર તેરસંગભાઈ અજ્નાર તેમજ મુકેશ હેમસંગભાઈ ભુરીયા તેમજ બે સગીર પ્લાસ્ટીકની થેલી સાથે શંકાસ્પદ હાલતમાં જોવામાં આવતા જેઓને રોકી તેઓની જરૂરી પૂછપરછ કરી તેઓની પાસે રહેલ થેલીમાં તપાસ કરતા તેમાથી અલગ અલગ કંપનીના કુલ મોબાઇલ ફોન નંગ-09 તથા એક લેપટોપ મળી આવતા તેમને આ બધી વસ્તુઓ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ પાસે તમામ ઈસમ પોપટ બની ગયા હતા અને જણાવ્યું હતું કે અમે આ મોબાઇલ તથા લેપટોપ થોડા દિવસ પહેલાં અણીયારી ચોકડીએ આવેલી એક મોબાઇલ ફોનની દુકાનના રાત્રીના અરસામાં શટર ઉંચા કરી દુકાનમાંથી તસ્કરી કરી હતી. આથી ઝડપાયેલા ચારેય શખ્સો પાસેથી ઉપરોક્ત ચોરીમાં મળેલા મોબાઇલ તથા લેપટોપ સહિતનો 35,000 નો મુદામાલ જપ્ત કરાયો હતો અને ઝડપાયેલા 4 ઈસમ પૈકી 2 સગીર વયના હોવાથી તેમની અટક કરવાના બદલે તપાસના કામે જરૂર પડ્યે હાજર રાખવા તેઓના વાલી વારસને પરત સોંપવામાં આવ્યા છે બે શખ્સોની અટક કરવામાં આવી હતી તથા મળી આવેલો મુદામાલ કબ્જે કરી તજવીજ હાથ ધરી હતી.