દ્વારકાના લેન્ડ ગેબ્રિંગના ગુનામાં નાસતા ફરતા 2 શખ્સો પકડાયા

દ્વારકામાં જમીન પચાવી પાડવા અંગેના ગત વર્ષે લખાવેલા ગુનામાં નાસતા ફરતા બે શખ્સોને સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની ટીમે સકંજામાં લીઘા હતા. જે લેન્ડ ગ્રેબિંગ કેસની પોલીસે તપાસ આગળ ચલાવી છે. થોડા સમય પહેલા દ્વારકા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ લખાવાઈ હતી. જેના આરોપી ફરાર થયા હતા. જે દરમિયાન એસઓજી સ્કવોડના એએસઆઈ અશોકભાઈ સવાણી તથા જીવાભાઈ ગોજીયા દ્વારકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બે ફરાર શખ્સોઓ વિશે પોલીસ ટીમને રેતવા પાળાના મુખ્ય ચોક તથા ગરબી ચોક પાસેથી ચોકકસ કપડાવાળા આંટા ફેરા કરતા બે ઇસમોને સકંજામાં લીઘા હતા અને જરૂરી પુછપરછ બાદ પોલીસે શખ્સ શ્રવણ મૈયાભાઈ કોળી (ઉ.વ. 55) તથા કિશન ભનાભાઇ વાંજા (ઉ. વ. 25) ને ઝડપી પાડી, મજકુર શખ્સો વિરૂધ્ધમાં કાયદેસરની તપાસ કરી હતી. જે કેસની આગળની તપાસ ડીવાયએસપી નિલમ ગોસ્વામીએ હાથ ધરી છે.