ગાંધીધામમાં ગાડીમાંથી રૂ.32 હજારના દારૂ સાથે ઈસમની અટક

ગાંધીધામ, અહીંની સ્થાનિક બી-ડિવિઝન પોલીસે એક ગાડીમાંથી રૂ.32,500ના અંગ્રેજી દારૂ સાથે એક ઈસમની અટક કરી હતી. આ પ્રકરણમાં અન્ય આરોપીનું નામ ખુલ્યું હતું. વરસાણાથી જવાહરનગર તરફ દારૂ ભરેલી ગાડી આવતી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે તજવીજ કરી હતી. પોલીસે જવાહરનગર જખદાદા મંદિર પાસે મારુતિ અલ્ટો ગાડી નં. જીજે 24 કે 0177 રોકાવીને તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની બોટલ નં. 95 મળી હતી. જેની કિંમત રૂ.32,500 આંકવામાં આવી છે. દરમ્યાન નાસવાનો પ્રયાસ કરનાર આરોપી મુકેશભાઈ વાસાભાઈ ભરવાડ (રહે. જવાહરનગર, ગાંધીધામ)ને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ પ્રકરણમાં કાનાભાઈ દેવાભાઈ ભરવાડ (રહે. જવાહરનગર, ગાંધીધામ)નું નામ ખુલ્યું હતું.પોલીસે રૂ.1.50 લાખની કિંમતની ગાડી, 5 હજારના મોબાઈલ ફોન સાથે કુલ રૂ.1,87,250નો મુદામાલ જપ્ત કર્યો હતો.