રવાપર અને માતાના મઢ વચ્ચે 204 બાટલી દારૂ ઝડપાયો

નખત્રાણા તાલુકામાં રવાપર અને માતાના મઢ વચ્ચેના સીમ વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડી પોલીસે રૂ.71,400ની કિંમતનો 204 બાટલી અંગ્રેજી પ્રકારનો દારૂ પકડી પાડયો હતો. આ બાબતે રવાપરના આરોપી હરપાલાસિંહ ગેમરાસિંહ સોઢા સામે ગુનો દાખલ કરાયો હતો.પોલીસે આપેલી માહિતી અનુસાર સહાયક ફોજદાર મુકેશ સાધુને મળેલી બાતમીના આધારે ઇન્સ્પેકટર બી.એમ. ચૌધરી સાથે નખત્રાણા પોલીસે આ દરોડો પાડયો હતો. આરોપી સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરાઇ હતી.