હળવદના ગોલાસણ ગામની સીમમાંથી દેશી દારૂનો જથ્થો પકડાયો

1225794432IMG_20200729_070245

હળવદ તાલુકાના ગોલાસણ ગામની ઉગમણી સીમમાં મનુભાઈ કોળીની વાડીમાં હળવદ પોલીસ દરોડો પાડીને રૂ.૨,૮૦૦ની કિમતનો ૧૪૦૦ લિટર દારૂ બનાવવાનો ઠંડો આથો જપ્ત કરીને વાડી માલિકની શોધખોળ આદરી છે. ગોલાસણ ગામની ઉગમણી સીમમાં મનુભાઈ કોળીની વાડીમાં દારૂ બનાવવાનો આથો પડ્યો હોવાની બાતમી પરથી પોલીસ ત્યાં દરોડો પડ્યો હતો. દરમિયાન પોલીસના હાથે રૂ.૨,૮૦૦ કિમતનો ૧૪૦૦ લિટર દેશી દારૂનો ઠંડો આથો હાથ લાગ્યો હતો.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.