મોરબી લીલાપર રોડ પર બે બાઈક અથડાતા આધેડને ઇજા પહોચાડી

મોરબી લીલાપર રોડ સર્જનમ ફાર્મ પાસે જાહેર રોડ ઉપર એક બાઇક ચાલકે અન્ય બાઇક ચાલકને હડફેટે લઈને ફ્રેકચર જેવી ગંભીર ઇજા પહોંચાડ્યાની સિટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસ અકસ્માત સર્જનાર બાઇક ચોક સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ આદરી છે. બનાવની મળતી વિગતો અનુસાર કાનજીભાઈ જેઠાભાઈ નકુમ ઉ.વ.૨૬ (રહે.દ્વારકાધીસ સોસાયટી નં.૫ બજરંગ સર્કલ બોરીયા પાટી કેનાલ રોડ મોરબી ) ના પિતા જેઠાભાઇ ગઇકાલે રાત્રિના અરસામાં મોરબી લીલાપર રોડ સર્જનમ ફાર્મ પાસે જાહેર રોડ ઉપર જીજે.૩૬.એએ.૨૦૩૦ નું લઈને જતાં હતા.ત્યારે બાઇક અથાડતા આધેડને ઇજા કરી હતી. તેની પોલીસે ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.