પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ સામે કોણે આપી નલિયા પોલીસમાં જમીન કબ્જે કરવાની ફરિયાદ.
નલિયાકાંડ પછી કચ્છના બહુચર્ચીત કિસ્સાની વાત કરવામાં આવે તો જેન્તીભાઈ ભાનુશાળીના ભત્રીજા સુનીલ પાસેથી ૧૦ કરોડની ખંડણીના કિસ્સાનો સમાવેશ ચોક્કસ થાય. નરોડા પોલીસે મથકે નોધાયેલી ફરિયાદ અને ત્યાર પછી ઊભા થયેલા સવાલો વચ્ચે આ કિસ્સામા રોજ નવા વંણાકો આવી રહ્યા હતા. તેમાય કચ્છનીજ મહિલા મનીષા ગોસ્વામીની અટક બાદ ફરિયાદોનો સિલસિલો ચાલુ થયો હતો. જેમાં પહેલા મુંબઈના એક વેપારી દ્વારા નલિયા પોલીસ મથકે મનીષા સામે ૮ મહિના અગાઉ બનેલા આ કિસ્સાની ફરિયાદ અને ત્યાર બાદ નરોડા પોલીસ મથકે જેન્તીભાઈ ભાનુશાળીના ભાભીએ મનીષા અને તેના મળતીયા સામે અબડાસા ભવાનીપુર પાસેની કીમતી જમીન કબ્જે કરવાની નોધાવેલી ફરિયાદ. જોકે હવે કેસમાં નવો વણાંક આવ્યો છે કેમ કે હવે જેન્તીભાઈ ભાનુશાળી તેમના ભાઈ વંસતલાલ ઉર્ફે શંભુભાઈ ભાનુશાળી તથા તેમની સાથેના અન્યો શખ્સો સામે નલિયા પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ અપાઈ છે જેમાં મનીષાની માલિકીના ડેરીફાર્મ અને તેની જમીન પર કબ્જો કરવાની ફરિયાદ સાથે ન્યાય માટે રજૂઆત કરાઇ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.