દારૂના બે કેસમાં ચાર માસથી ફરાર શખ્સ ભુજમાં દારૂની બાટલીઓ સાથે ઝડપાયો

ભુજ તાલુકાના માનકૂવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા દારૂ અંગેના જુદા-જુદા બે ગુનામાં પોલીસના હાથમાં ન આવેલો મૂળ માંડવી બાબાવાડી વિસ્તારનો રહેવાસી અને હાલે ભુજમાં મુંદરા રોડ સ્થિત સાગર સિટી સોસાયટી ખાતે રહેતા વિનોદ અજિતાસિંહ ચુડાસમાને ત્રણ બાટલી દારૂ સાથે ઝડપાયો હતો. ભુજમાં શનિ મંદિરથી આગળ સનસિટીના ગેટ નજીક એક્ટિવા ઉપર જઇ રહેલા વિનોદ અજિતાસિંહ ચુડાસમાને પેરોલ ફરલો સ્કવોડ દ્વારા ઝડપાયો હતો. આ સમયે આ આરોપી પાસેથી ત્રણ બાટલી દારૂ મળી આવ્યો હતો. આ કાર્યવાહી સમયે તેનો સાગરીત માધાપરનો પ્રદ્યુમનાસિંહ મહેન્દ્રાસિંહ જાડેજા હાથમાં આવ્યો ન હતો. આરોપી પાસેથી એક્ટિવા અને મોબાઇલ પણ જપ્ત કરાયા હતા. ઝડપાયેલો આરોપી વિનોદ માનકૂવાના દારૂના બે કેસમાં પણ પકડવાનો બાકી હોવાનું બહાર આવ્યું હતું. સ્કવોડના ધર્મેન્દ્ર રાવલ, દિનેશ ગઢવી, રઘુવીરાસિંહ જાડેજા, વીરેન્દ્રાસિંહ પરમાર, સુરેશ ચૌધરી વગેરે કાર્યવાહીમાં જોડાયા હતા.