ગાંધીધામમાં કાર્ગો આઝાદનગરમાં મોબાઈલમાં આંકડો લેતા જુગારી પકડાયા

ગાંધીધામમાં કાર્ગો આઝાદનગરમાં મોબાઈલમાં આંકડાનો જુગાર રમી રમાડી રહેલો શખ્સ રૂ.૪,૦૦૦ રોકડ સાથે ઝડપાયો હતો. બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ બપોરના આરસમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમીના આધારે કાર્ગો આઝાદનગરમાં મોબાઇલમાં કફેરનો આંકડાનો જુગાર રમી અને રમાડી રહેલા ગાભાભાઇ બાબુભાઈ સોલંકીને રૂ.૪,૬૧૦ રોકડ અને રૂ. ૧૦,૦૦૦ની કિંમતના મોબાઈલ સહિત કુલ રૂ.૧૪,૬૧૦ના મુદામાલ સાથે ઝડપી પાડી હેડકોન્સ્ટેબલ નરસિંહભાઈ ઝાપડીયાએ તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની તજવીજ કરી હતી.