ધાનેરા તાલુકાના લાધાપુરામાં જુગાર રમાડતા સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો

ધાનેરા તાલુકાના લાધાપુરામાં જુગાર રમાડતા સાગરીતને પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસની ટીમે બસ સ્ટેન્ડ નજીક કેબીન પાસે વરલી મટકાંનો જુગાર રમાડતા કરીમખાન બાબુભાઇ સિંધીને પકડી પાડ્યો હતો. જેની પાસેથી રૂપિયા 1,310 રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.