હળવદના એક ઈસમને પાંચ તસ્કરી કરેલા મોટરસાઇકલ સાથે પકડી લેતી એલસીબી

મોરબી પોલીસ દ્રારા માળીયા ફાટક પાસેથી તસ્કરીના પાંચ મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી લેવામાં આવ્યો હતો. મોરબી પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગ હોય એ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે આરોપી અક્ષય રાજેશભાઈ કોપ્રાણીયા ઉ.વ. 20 રહે જીઆઈડીસી સબ સ્ટેશન પાસે હળવદ વાળાને માળીયા ફાટક પાસે અટકાવીને મોટરસાયકલના કાગળો માંગવામાં આવ્યા હતા. જેથી પોલીસને આરોપી તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા વધુ પુછપરછ કરતાં આરોપીએ છેલ્લા એક વર્ષમાં અલગ અલગ વિસ્તારોમાંથી કુલ પાંચ જેટલા બાઇક તસ્કરી કર્યાનું કબલ્યું હતું. આ આરોપી આગાઉ પણ ભંગાર તસ્કરીના ગુનામાં હળવદ પોલીસ મથકમાં પકડાઈ ચુક્યો છે. મોરબી પોલીસ દ્રારા તસ્કરી થયેલ પાંચ બાઇક રિકવર કરીને આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે. મિશન પાર પાડવા મોરબી એલસીબી પીઆઇ એમ આર. ગોઢાણીયા  એલસીબી પીએસઆઈ એન બી ડાભી, એ.ડી. જાડેજા દિલીપભાઇ ચૌધરી દશરથભાઈ પરમાર ચંદુભાઈ કણોતરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સંજયભાઈ, ચંદ્રકાન્તભાઈ શક્તિસિંહ, ભગીરથસિંહ, અશોકસિંહ, પોલાભાઈ, હરેશભાઈ વગેરે સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.