વાંકાનેરના વીરપર-રાતાવીરડા રોડ પરથી દેશી દારૂ સાથે એક ઈસમ પકડાયો

વાંકાનેર તાલુકાના વીરપર નજીકથી પોલીસે દેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વીરપર રાતાવીરડા રોડ પરથી પોલીસે આરોપી ઘનશ્યામ ઉર્ફે નટુભાઈ અજુભાઈ દેકાવાડીયા નામના શખ્સને પકડી પાડીને પોલીસે દેશી દારૂ ૪૫ લીટર કિંમત રૂ. ૯૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.