જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

સરહદી રેન્જ ભુજના મહે. પોલીસ મહાનિરીક્ષક શ્રી જે. આર. મોથલીયા સાહેબ તથા પુર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી. ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સુચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ/જુગારના કેશો શોધવા સુચના કરેલ હોઈ જે અન્વયે પોલીસ ઈન્સ્પેકટર શ્રી એસ.એન. ગડડુ અંજાર પોલીસ સ્ટેશન નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, અંજાર મધ્યે મટન માર્કેટમાં આવેલ સિમેન્ટના ખુલ્લા ઓટલા ઉપર અમુક ઇસમો જાહેરમાં ધાણીપાસા વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત આધારે સ્ટાફના માણસો સાથે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરી રોકડ રૂપિયા 10,410,ધાણીપાસા નંગ 2, એમ કુલ કિંમત રૂ. 10,410 ના મુદામાલ સાથે મળી આવેલ આરોપીઓ જુસબશા જમનશા શેખ ઉ.વ. 30 રહે. પુલીયાની બાજુમાં, હેમલાઇ ફળિયું, શેખટીંબો, અંજાર, મુસ્તફા જમનશા શેખ ઉ.વ. 34 રહે. ભુજ રોડ, શેખટીંબો, અંજાર, મામદશા હાજીશા શેખ ઉ.વ. 34 રહે. તળાવની પાળની બાજુમાં, હેમલાઇ ફળિયું, શેખટીંબો, અંજાર, ઉમેદ ખીમજીભાઈ પ્રજાપતિ ઉ.વ.36 રહે. વાઘેશ્વરી ફળિયું, ઓક્ટ્રોયનાકા, અંજાર, ઈસ્માઈલશા આમદશા શેખ ઉ.વ. 42 રહે. ઈમામ ચોક, શેખટીંબો, અંજાર, કાસમશા જુસબશા શેખ ઉ.વ. 44 રહે. પુલીયાની બાજુમાં, હેમલાઇ ફળિયું, શેખટીંબો, અંજાર વાળાને ઝડપી પાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર શ્રી એસ.એન. ગડડુ સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.