મોરબીમાં ચોરાઉ 5 બાઈક સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

મોરબી શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા બાઈક તસ્કરીના ગુનામાં લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે એક બાઈક ચોરને પકડી પાડ્યો હતો. આરોપીએ મોરબીના મહેન્દ્રનગર નજીકના વિસ્તારમાં તેમજ આંદરણા,જાંબુડિયા સહિતના અલગ-અલગ સ્થળેથી બાઈક તસ્કરી કર્યાની કબુલાત કરતા પોલીસે તમામ બાઈક કબ્જે કર્યા હતા. અને આરોપી વિરુધ્ધ ગુન્હો નોધી કાયદેસર તપાસ હાથ ધરી હતી. આ બનાવની મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમ મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઈસમ નંબર પ્લેટ વિનાની બાઈક લઇ મોરબી તરફ આવી રહ્યો છે અને તે બાઈક તસ્કરીની હોવાની શંકા છે. બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી નંબર પ્લેટ વિનાના બાઈક લઈને મોરબી તરફ આવી રહેલા ધ્રાંગધ્રાના વતની અને હળવદના અક્ષય રાજેશાભાઇ મેરૂસાઇ કોપરણીયા પકડી પાડ્યો હતો. બાઈકની આરસી બુક તેની પાસે ન હોવાનું અને જણાવતા પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા ઇસમે મોરબી શહેરમાં તેમજ આંદરણા, જાંબુડિયા સહીત અલગ અલગ સ્થળેથી 5 બાઈકની તસ્કરી હોવાની કબુલ કર્યું હતું. જેના આધારે પોલીસે તમામ ચોરાઉ બાઈક કબ્જે કરી હતી. આરોપી વિરુધ્ધ ગુન્હો નોધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.