ઢોસાની દુકાનમાંથી કારીગરો, વેઈટરોનાં 4 મોબાઈલની તસ્કરી

જૂનાગઢ શહેરની ઝાંઝરડા ચોકડી નજીક ઢોસાની દુકાન ધરાવતા એક વેપારીની દુકાનમાંથી 4 મોબાઈલની તસ્કરી થતા પોલીસ ફરિયાદ દાખલ કરાવાઈ છે. પોલીસે ફરિયાદનાં આધારે વધુ આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગેની મળતી વિગત અનુસાર મુળ સરગવાડા ગામનાં અને હાલ ઝાંઝરડા રોડ પર સ્થિત એક એપાર્ટમેન્ટમાં રહેતા જયેશભાઈ મધુભાઈ મીઠડીયા ઝાંઝરડા ચોકડી પાસે શ્રીજી ફેન્સી ઢોસા નામની દુકાન ધરાવે છે. અને તેમની દુકાનમાંથી કોઈ અજાણ્યો ઈસમ કારીગરો અને વેઈટરોનાં અલગ અલગ કંપનીનાં 4 ફોન રૂ. 20,000ની કોઈ અજાણ્યો શખ્સ તસ્કરી કરી ગયો હતો. જેની જાણ થતા જયેશભાઈએ બી ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી. પોલીસે ફરિયાદનાં આધારે આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.