આદિપુરમાં વિદેશી શરાબ સાથે એક ઈસમ ઝડપાયો

આદિપુર ઓમ મંદિર નજીકથી રૂ. 4,700 ની કિંમતનાં વિદેશી શરાબ સાથે એકને પોલીસે ઝડપી કાયદેસરની તપાસ કરી હતી. આદિપુર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે કોલેજ સર્કલ પાસે પહોચતા બાતમી મળી હતી કે, ભક્તિનગર ઝૂંપડામાં રહેતો મુકેશ નાનુભાઈ મેડા વિદેશી શરાબનો જથ્થો લઈ ઓમ મંદિર નજીક આવી રહ્યો છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી ઓમ મંદિર નજીકથી મુકેશ નાનુભાઈ મેડાને રૂ.4,700 ની કિંમતનાં વિદેશી દારૂના 47 કવાર્ટરિયા અને રૂ.1,900 ની કિંમતના બીયરનાં 19 ટીન મળી કુલ રૂ.6,600 ની કિંમતનાં દારૂ બીયરનાં જથ્થા સાથે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો હતો.