દેશી હાથ બનાવટની બંદુક (પિસ્ટલ) સાથે આરોપીને પકડી પાડતી આદિપુર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી તેમજ પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્રારા હાલે ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા સ્પેશ્યલ ડ્રાઈવ રાખવામાં આવેલ હોઇ જે ડ્રાઈવ અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી સાહેબ, અંજાર વિભાગ અંજાર તથા સી.પી. આઈ.શ્રી એસ. એન. કરંગીયા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો. સબ.ઇન્સ.શ્રી એચ.એસ. તિવારી સાહેબ નાઓએ ચોક્કસ હકીકત આધારે દેશી હાથ બનાવટની બંદુક (પિસ્ટલ) સાથે એક ઈસમને પકડી પાડી મુદામાલદેશી હાથ બનાવટની બંદુક (પિસ્ટલ) નંગ 1 કિંમત રૂ.25,000 નો મુદામાલ કબ્જે કરી પકડાયેલ ઈસમ ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી રઘુભા ચુડાસમા ઉ.વ. 38 રહે. મકાન નં 56, અંબેધામ સોસાયટી, શિણાય, તા.ગાંધીધામ મુળ રહે. ગામ જિર્જર, તા. ધંધુકા, જી અમદાવાદ વાળા ઈસમ વિરૂધ્ધ કાયદેસરની કાયવાહી કરવામાં આવેલ છે. આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી. એચ.એસ.તિવારી સાહેબ એ.એસ.આઇ. ભુપન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સટેબલ કનુભા ગઢવી તથા પોલીસ કોન્સટેબલ હરદેવસિંહ ચુડાસમા તથા દિલીપભાઇ ચૌધરી તથા ક્રિષ્નાબેન રબારી વિગરેનાઓ દ્રારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે.