માળિયાના ખાખરેચી નજીકથી એક શખ્સ દેશી દારૂ અને છરી સાથે પકડાયો

માળિયા તાલુકાના ખાખરેચી ગામ પાસેથી એક શખ્સને પોલીસે દેશી દારૂ સાથે ઝડપી લીધો  હોય જે આરોપી પાસેથી છરી મળી આવતા પોલીસે અલગથી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાખરેચી ગામના પાણીના ટાંકા પાસેથી આરોપી પ્રવીણ વિઠ્ઠલભાઈ દેગામાં નામના શખ્સને દેશી દારૂનું વેચાણ કરતા પકડી પાડીને દેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. જે આરોપીની અંગ જડતી લેવામાં આવતા આરોપી પાસેથી છરી પણ મળી આવી હોય જેથી અલગથી ગુનો નોંધી પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે.