વાંકાનેરના સરતાનપર-માટેલ રોડ પર બાઈકમાં દારૂની હેરાફેરી કરનાર બે શખ્સો પકડાયા

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પરથી પોલીસે બાઈકમાં અંગ્રેજી દારૂની હેરાફેરી કરનાર બે શખ્સોને પકડી પાડીને દારૂ અને બાઈક સહીત ૩૮,૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે. વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સરતાનપર માટેલ રોડ પરથી બાઈક જીજે ૦૭ બીએસ ૦૮૯૯ ને રોકી તલાશી લેતા અંગ્રેજી દારૂની ૦૮ બોટલ કિંમત રૂ.૩,૦૦૦ મળતા બાઈક અને દારૂ સહીત કુલ રૂ.૩૮,૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ બાઈકમાં સવાર આરોપી વિપુલ લાલજીભાઈ ઉર્ફે લાલભાઈ ગમારા રહે ઉચી માંડલ મોરબી અને લાખાભાઈ ઉર્ફે મનીષ ખેતાભાઇ લાંબરીયા રહે ઉચી માંડલ મોરબી એમ બે ઇસમોને પકડી પાડ્યા છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. .