મહેસાણામાં છ વર્ષ અગાઉ ચોરાયેલા બાઇક સાથે મહેસાણા LCBએ એક સાગરીતને પકડી પાડ્યો

મહેસાણામાં આવેલા પરા વિસ્તારમાંથી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તસ્કરીના બાઈક સાથે એક સાગરીતને પકડી પાડ્યો હતો. મહત્વનું છે કે છ વર્ષ અગાઉ થયેલી બાઇક તસ્કરીનો ભેદ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી લઇ વિસનગરના સાગરીત સામે તજવીજ હાથ ધરી હતી. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટિમ પેટ્રોલિંગ પર હતી એ દરમિયાન બાતમી મળી હતી કે, એક સાગરીત નંબર વગરનું બાઈક લઈને સાંઈબાબા મંદિર થઈને પરા વિસ્તારમાં જઇ રહ્યો છે. બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પરા વિસ્તારમાં આરોપીને ઝડપવા વોચ ગોઠવી હતી. જ્યાં તસ્કરીના બાઈક સાથે આવતા એક સાગરીતને રોકી પોલીસે પૂછપરછ કરી હતી. બાઈક ચોરનાર ઠાકોર ધનાજીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, બે વર્ષ અગાઉ ધીણોજ પાસે આવેલ નંદીમાં આવેલ આશ્રમમાં રહેતા ઉદયનાથ ઉર્ફ મહારાજ સરતાંનજી ઠાકોરએ આપ્યું હતું, સમગ્ર મામલે હાલમાં બાઈક જપ્ત કરી વધુ તજવીજ હાથ ધરી હતી.