જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભુજ શહેર એ ડિવિઝન

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરંભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં પ્રોહી/જુગારની બદીને નેસ્ટ નાબુદ કરવા સારું આપેલ સુચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ કામગીરી કરવા સુચના કરેલ. જે અન્વયે પોલીસ ઇન્સપેકટર શ્રી પી.વી. વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મિરઝાપર વિસ્તારમાં આવતા સર્વેલન્સ સ્ટાફના પો.હેડ. કોન્સ મનુભાઈ ખેંગારભાઈ નાડોદાનાઓની બાતમી હકીકત આધારે મિરઝાપર ગામની દક્ષિણે પાણીના ટાંકા પાસેથી વાડીમાં ખુલ્લામાં આરોપીઓ તીનપતી વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી કુલ્લે 1,57,000 ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડેલ છે. રોકડ રૂપિયા 15,000, મોબાઈલ નંગ 8 કિંમત રૂ. 22,000, મો.સા. નંગ 5 કિંમત રૂ.1,20,000, ગંજીપાના નંગ 2, એમ કુલ 1,57,000 મુદામાલ સાથે આરોપીઓ પ્રતાપ લક્ષ્મણ વાઘેલા, મુકેશકુમાર મોહનલાલ પાલ, તેજસિંગ મોહનલાલ પાલ, અશોકભાઈ મંગાભાઈ દેવીપુજક, મંગલ મોતીલાલ પાલ, શિવપાલ શિવનાથ પાલ, મંગલસિંગ, બિપિન માતાપ્રસાદ પાલણે ઝડપી પાડ્યા છે. આમ ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સપેકટરશ્રી પી.વી. વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. કરણસિંહ પુંજસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ મહિપતસિંહ નરેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ મનુભાઈ ખેંગારભાઈ નાડોદા તથા પો.હેડ.કોન્સ અશ્વિનભાઈ ગલાભાઈ તાવિયાડ તથા પો.કોન્સ બલવંતસિંહ દિપસંગજી જાડેજાનાઓ જોડાયેલા હતા.