કેશોદ શહેરમાં ટ્રકમાંથી બેટરીની ચોરી કરનાર એક ઈસમ પકડાયો

કેશોદમાં થોડા દિવસ પહેલા પાર્કીંગમાં પડેલ બે ટ્રકમાંથી બે બેટરીની તસ્કરી થઈ હતી. આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તપાસમાં બે ઈસમનાં નામ ખુલ્યા હતા. અને પોલીસે એકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. કેશોદમાં થોડા દિવસ પહેલા બે ટ્રકમાંથી બે બેટરીની તસ્કરી થતા નરેન્દ્રસિંહ રાયજાદાએ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. ઈન્ચાર્જ પીઆઈ એમ.બી.ચૌહાણ, એએસઆઈ બી.એમ. ગળચર, કનકભાઈ બોરીચા, કિરણભાઈ ડાભી, દિલીપભાઈ પરમાર, વનરાજસિંહે કાર્યવાહી હાથ ધરી હતી. અને શંકાનાં આધારે કાના કાળુભાઈ સોલંકીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન બે બેટરી પૈકી એક બેટરી વેચાણ કરવાથી ઉંચી કિંમત મળશે એ માટે એક ઈસમનાં ઘરે રાખી હતી. પોલીસે બેટરી જપ્ત કરી ગણેશ નામના ઈસમ વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરી હતી. અને ગણેશને પકડી લેવા તપાસ હાથ ધરી હતી.