કાલાવડમાં જાહેરમાં જુગાર રમી રહેલા ચાર ઇસમોઓને પકડી પાડ્યા

જામનગર જિલ્લાના કાલાવડ શહેરના કુંભનાથપરા વિસ્તારમાં જુગારનો પાટલો મંડાયો હોવાની પોલીસને જાણ થતાં કાલાવડ ટાઉન પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલા ચાર ઇસમોઓને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તમામના કબ્જામાંથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય જપ્ત કરી આગળની તજવીજ હાથ ધરી છે. કાલાવડના કુંભનાથપરા વિસ્તારમાં વેલનાથ ચોકમાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા નિલેશભાઈ રાકેશભાઈ ધારેવડીયા, તોફીક સતારભાઈ પતાણી, હરેશ ભુપતભાઇ બારીયા, અને કિશોર નાનજીભાઇ મકવાણા વગેરે ચાર ઈસમોની ધરપકડ કરી તેઓ પાસેથી રૂપિયા 15,670 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કર્યું છે. આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.