કાનાલુસ કોલોની પાસે શરાબની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

જામનગરના પંચવટી રાઈડસ એપાર્ટમેન્ટ જી 1 ખાતે રહેતા અમે મુળ પડાણા ગામના અજયસિંહ રણજીતસિંહ જાડેજા નામના ઇસમને કાનાલુસ સીમ એલસી 8 કોલોની ગેઇટથી આગળના એરિયામાંથી પોલીસે દારૂની એક બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. આ શરાબ જામનગરના મયુરસિંહ જાડેજા પાસેથી મંગાવ્યો હતો. પોલીસે અજયસિંહ અને મયુરસિંહ સામે પ્રોહી મુજબ ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.