મોટા લાયજા ગામે વાડીમાંથી 20 મીટર વાયરની તસ્કરી 

ભુજ તાલુકાના મોટા લાયજા ગામે નર્મદા કેનાલ નજીક આવેલી મીત પ્રકાશ ગઢવીની વાડીમાંથી કોઈ હરામખોરો રૂ.3,300 ની કિંમતનો 200 મીટર વાયરની તસ્કરી કરી ગયા હતા. આ બાબતે શ્રી ગઢવીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તસ્કરો 55 મીટર એલ્યુમિનિયમ વાયર તથા કાળા કલરનો રબરનો કવળવાળો વાયર તસ્કરી કરી ગયા હતા. આ ઘટના સાંજના અરસામાં બની હોવાનું ફરિયાદમાં નોંધાવાયું છે. માંડવી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.