માંડવીમાં ટેમ્પોમાં દારૂ બિયર લઈ જતાં એક ઈસમ ઝડપાયો

માંડવી શહેરમાં કાંઠાવાળા નાકા વિસ્તારમાં મસ્જીદ સામેના રોડ ઉપરથી આઈશર ટેમ્પોમાં દારૂની પાંચ બાટલી અને બિયરના બાવીસ ટીન લઈ જતાં અબ્દુલ રમજાન થૈમને ઝડપી લીધો હતો. આ જથ્થો મંગાવનારો ગાંધીધામનો મિહિર ઠક્કર નામનો ઈસમ હાથમાં આવ્યો ન હતો. પોલીસદળની સ્થાનિક ગુનાશોધક શાખાએ ગતરાત્રિના અરસામાં આ કાર્યવાહી કરી હતી. આરોપી પાસેથી દારૂ અને બિયર ઉપરાંત મોબાઇલ ફોન અને ટેમ્પો જપ્ત કરાયા હતા. તો તેની સામે વિધિવત ગુનો દાખલ કરાયો હતો. કાર્યવાહી સમયે ન મળેલા સહઆરોપીને પકડવા પ્રયાસો જારી રખાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.