આણંદ એલસીબી પોલીસે સીસીટીવી કેમેરાઓની ચોરી કરનાર ત્રણ ઇસમો ઝડપાયા  

આણંદમાં સીસીટીવી કેમેરાની તસ્કરીના બનાવો નોંધાયા હતા. જેને લઈ પોલીસે ઘનિષ્ટ તપાસ હાથ ધરી હતી. તસ્કરીના ગુના અટકાવવા પોલીસે વિવિધ જગાએ વોચ પણ ગોઠવી શોધખોળ શરૂ કરી હતી. જે દરમ્યાન બાતમીને આધારે 100 ફૂટ રોડ ઉપર ફરતા કેમેરા વેચવા ફરતા ત્રણ શખ્સોને એલસીબી ટીમે દબોચી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે સફેદ રંગના નંબર પ્લેટ વગરના એક્ટીવા ઉપર ત્રણ શખ્સો સી.સી.ટી.વી. કેમેરા વેંચાણ કરવા ફરે છે અને આણંદ 100 ફુટ રોડ ઉપર એમ.આર.એફ. ટાયરના શોરૂમની સામે થઇ ભાલેજ ઓવરબ્રીજ તરફ જવાના છે. જે આધારે આણંદ એલસીબી ટીમ 100 ફુટ રોડ ઉપર વોચમાં હતા દરમ્યાન બાતમી મુજબના વર્ણનવાળુ વાહન ઉપર ત્રણ શખ્સો આવતા નજરે ચઢ્યા હતા. પોલીસ ટીમ દ્વારા આ શખ્સોને કોર્ડન કરી રોકી લઇ તપાસ કરતા એકટીવાની ડેકીમાંથી અલગ અલગ કંપનીના સી.સી.ટી.વી. કેમેરા નંગ-10 તથા ડીસમીસ, કટર, પક્કડ વિગેરે મળી આવ્યા હતા. જે બાબતે પુછતા કોઇ આધાર પુરાવા કે સંતોષકારક જવાબ આપેલ નહી. આણંદ એલસીબી પોલીસે તૌસીફ ઈકબાલ વ્હોરા, આમીર ઉર્ફ આતીક સલીમભાઈ શેખ અને માહીર સતારભાઈ વ્હોરા નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. એલસીબી ટીમ દ્વારા ત્રણેય આરોપીઓની સઘન પુછપરછ કરતા ચાર-પાંચ દિવસ પહેલા મોડી રાત્રીના અરસામાં આણંદ જુના બસ સ્ટેન્ડ પાસે જે.પી.ઓ રોડ ઉપર આવેલ પાંચક દુકાનો તથા અપના બજાર પાસે આવેલ બે દુકાનોની બહારની બાજુમાં લગાવેલ સી.સી.ટી.વી. કેમેરાની ચોરીઓ એકટીવા લઇ કરેલાની કબુલાત કરી હતી. તેમજ આ એક્ટીવા પણ સાતેક માસ પહેલા વિધ્યાનગર અવકુલ હોટલ પાસેથી તસ્કરી કરેલની કબુલાત કરલ છે. જેથી સી.સી.ટી.વી. કેમેરા નંગ- 10 એકટીવા, મોબાઇલ-3 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.73,110 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આણંદ એલસીબી પોલીસે ધરપકડ કરેલ ત્રણેય શખ્સોને વધુ તપાસ માટે આણંદ ટાઉન પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે.