નવાગામ ઘેડમાં રહેતો ઈસમ  11 બોટલ દારૂ સાથે પકડાયો

જામનગરના નવાગામ ઘેડમાં રહેતા ઈસમને પોલીસે 11 બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના નવાગામ ઘેડ વિસ્તારના વિમલ પાર્ક શેરી નંબર -2માં રહેતો મનોજ કાલિદાસ રામાવત નામનો ઈસમ ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહ્યો છે, જે બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી બાઇક પર નીકળેલા મનોજને ઝડપી લીધો હતો. જેની તલાસી લેતાં તેના કબજામાંથી 11 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી મળી આવી હતી. આથી પોલીસે બાઈક અને દારૂ જપ્ત કરી લીધા છે. જેની પૂછપરછ કરવામાં આવતાં ઉપરોક્ત દારૂનો જથ્થો જામનગરમાં જ રહેતા ભરત ઉર્ફે ડાડો છગનભાઈ બામણીયા નામના ઇસમે સપ્લાય કર્યો હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે આરોપી ભરતને ફરાર જાહેર કર્યો છે અને તેની શોધખોળ હાથ ધરી છે.