બનાસકાંઠા એસઓજી પોલીસે દેશી બંદુક બનાવવાના સામાન સહીત નાળી બંદૂક સાથે એક શખ્સની અટક કરી

બનાસકાંઠા એસઓજી પોલીસે અમીરગઢના ખારી ગામ રહેણાંક મકાનમાંથી દેશી બંદુક બનાવવાના સામાન સહિત એક નાળી બંદૂક સાથે એક શખ્સને પકડી લીધો છે. કુલ આઠ હજાર સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસને અમીરગઢ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ખારી ગામના એક રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર પાસપરમીટ વગરની એક નાળી બંદૂક તેમજ દેશી બંદૂક બનાવવા માટેનો સર સામાન મળી આવ્યો હતો. જેના પગલે એસઓજી પોલીસે પ્રેમાભાઈ ધુળાભાઈ નામના શખ્સની અટક કરી કુલ આઠ હજાર સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.