રણજીતસાગર રોડ પરથી દારૂ સાથે એક ઈસમ પકડાયો

જામનગરમાં રણજીતસાગર રોડ મારૂ કંસારા હોલની બાજુમા જાહેર રોડ પર સીટી એ ડીવીજન પોલીસે દરોડો પાડી ટેકસુદા ઉર્ફ બબલુ રૂપનારાયણ વીશ્વકર્મા રહે.મસીતીયા રોડ અબ્બાસભાઇની સામેની ગલીમા જામનગર વાળા ઈસમને આંતરી લીધો હતો. આ ઈસમના કબજામાંથી રૂપિયા 1500ની કીમતની ત્રણ બોટલ દારૂની મળી આવી હતી. જેને લઈને પોલીસે ઈસમની અટક કરી પ્રોહિ કલમ મુજબ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.