સુરતમાં જુની આરટીઓ પાસે ડ્રાઇવરને બેધ્યાન કરી કારમાંથી રૂ. 45 હજારની તસ્કરી

સુરત, જુની આરટીઓ સામે ડોક્ટરની મર્સીડીઝ કારના ડ્રાઇવરને ઓઇલ લીકેજ થાય છે એમ કહી બેધ્યાન કરી તસ્કરો પાછળની સીટ પરથી રોકડા રૂ.45 હજાર મુકેલું પર્સ તફડાવીને રફુચક્કર થઇ ગયો હતો. રાંદેર રોડ સ્થિત નવયુગ કોલેજ ખાતેની સેલ્બી હોસ્પિટલના ડો. જેની મનુ શર્મા પોતાની મર્સીડીઝ કાર નં. જીજે 05 આરએમ 3496 માં ડ્રાઇવર હેમંત શુકલા સાથે રીંગરોડ જુની આરટીઓ નજીક આતિથ્ય હોટલમાં સાંજના અરસામાં નાસ્તો કરવા ગયા હતા. હેમંત કારમાં બેઠો હતો. ત્યારે એક તસ્કરોએ ગાડીમાંથી એન્જિન ઓઇલ લીકેજ થાય છે એમ કહ્યું હતું. જેથી હેમંત કારમાંથી ઉતરી એન્જિન ઓઇલ કયાંથી લીકેજ થાય છે તે કારના બોનેટ તરફ ગયો હતો. આ અરસામાં તસ્કરો પાછળની સીટ પર રોકડા રૂ.45 હજાર અને અન્ય પરચૂરણ સામાન મુકેલું પર્સ તફડાવીને ફરાર થઈ ગયો હતો. ડો. જેની નાસ્તો કરી પરત આવ્યા ત્યારે પર્સ અંગે પૂછતા ડ્રાઇવર અજાણ હતો. ડ્રાઇવરે ડો. જેની ને જણાવ્યું હતું કે એક યુવાન આવ્યો હતો અને ઓઇલ લીકેજનું કહેતા બોનેટ તરફ જોવા ગયો હતો. જયાંથી પરત આવ્યો. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.