ભુજમાં સુરલભીટ્ટ મંદિર પાછળથી બાઈકની તસ્કરી

ભુજમાં સુરલભીટ્ટ મંદિરની પાછળથી બાઈકની તસ્કરી કરવામાં આવી હતી. તેથી પોલીસ સ્ટેશનમાં ગુનો લખાવવામાં આવ્યો હતો. આ અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાલજી દેવશી વાઘેલા (રહે. રવલવાડી,ભુજ) એ લખાવેલી ફરિયાદ પ્રમાણે તા 8ના રાત્રિના અરસાથી તા. 9ના રાત્રિના અરસામાં દરમિયાન કોઈપણ સમયે સુરલભીટ્ટ મંદિરની પાછળ આવેલા મકાનમાંથી બાઇક નં જીજે 12 એએ 0628 ની તસ્કરી કરવામાં આવી છે. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.